Posts

Showing posts from September, 2018

રાજકોટ મા ક્યાં ખુલ્યું સૌપ્રથમ GST સુવિધા કેન્દ્ર ?

Image
સૌરાષ્ટ્ર રાજકોટ મા સૌ પ્રથમ વખત GST સુવિધા કેન્દ્રનો શુભારંભ  પ્રિન્સ GST સુવિધા કેન્દ્ર માં ઈ-કોમર્સ અંગે તમામ સલાહ-સુવિધા મળશે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ - જીએસટીનાં અમલીકરણથી વેપાર-ધંધો કરવાનું જેટલું સરળ બન્યું છે તેટલું સરળ જીએસટી નંબરની નોંધણી કે અન્ય પ્રક્રિયા નથી. અલબત જીએસટી લાગૂ થયાનાં એક વર્ષ પછી આજે પણ નાના-મોટા સૌ ઉદ્યોગકારોમાં જીએસટી વિષયક ગેરસમજણ અને અધૂરી માહિતી-જાણકારી રહેલી છે આથી મોટાભાગનાં ધંધાર્થી-વેપારીઓને જીએસટી નંબર મેળવવાથી લઈ ટેક્સ ચૂકવવા સુધીની પારાવાર મુશ્કેલી થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટનાં નાના-મોટા વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોને સલાહ-સુવિધા-સહાયતા પૂરી પાડવાના હેતુસર વિક્રમ બોરીચા દ્વારા પ્રિન્સ જીએસટી સુવિધા સેન્ટરનો શુભારંભ ૩૩૩ - બેકબોન શોપિંગ સેન્ટર, ચંદ્રેશનગર મેઈન રોડ, માયાણી ચોક ખાતે કરવામાં આવ્યો છે. આ સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ જીએસટી સુવિધા કેન્દ્ર હશે જે નજીવા દરે જીએસટી ઈ-કોમર્સને લગતી તમામ સુવિધા એક સ્થળ પર ઉપલબ્ધ કરશે. પ્રિન્સ જીએસટી સુવિધા કેન્દ્રમાં એક જ સ્થળેથી જીએસટી સંબંધિત સર્વિસિસ જેવી કે જીએસટી નંબર રજિસ્ટ્રેશન...