રાજકોટ મા ક્યાં ખુલ્યું સૌપ્રથમ GST સુવિધા કેન્દ્ર ?

સૌરાષ્ટ્ર રાજકોટ મા સૌ પ્રથમ વખત GST સુવિધા કેન્દ્રનો શુભારંભ 


પ્રિન્સ GST સુવિધા કેન્દ્રમાં ઈ-કોમર્સ અંગે તમામ સલાહ-સુવિધા મળશે


ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ - જીએસટીનાં અમલીકરણથી વેપાર-ધંધો કરવાનું જેટલું સરળ બન્યું છે તેટલું સરળ જીએસટી નંબરની નોંધણી કે અન્ય પ્રક્રિયા નથી. અલબત જીએસટી લાગૂ થયાનાં એક વર્ષ પછી આજે પણ નાના-મોટા સૌ ઉદ્યોગકારોમાં જીએસટી વિષયક ગેરસમજણ અને અધૂરી માહિતી-જાણકારી રહેલી છે આથી મોટાભાગનાં ધંધાર્થી-વેપારીઓને જીએસટી નંબર મેળવવાથી લઈ ટેક્સ ચૂકવવા સુધીની પારાવાર મુશ્કેલી થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટનાં નાના-મોટા વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોને સલાહ-સુવિધા-સહાયતા પૂરી પાડવાના હેતુસર વિક્રમ બોરીચા દ્વારા પ્રિન્સ જીએસટી સુવિધા સેન્ટરનો શુભારંભ ૩૩૩ - બેકબોન શોપિંગ સેન્ટર, ચંદ્રેશનગર મેઈન રોડ, માયાણી ચોક ખાતે કરવામાં આવ્યો છે. આ સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ જીએસટી સુવિધા કેન્દ્ર હશે જે નજીવા દરે જીએસટી ઈ-કોમર્સને લગતી તમામ સુવિધા એક સ્થળ પર ઉપલબ્ધ કરશે.
પ્રિન્સ જીએસટી સુવિધા કેન્દ્રમાં એક જ સ્થળેથી જીએસટી સંબંધિત સર્વિસિસ જેવી કે જીએસટી નંબર રજિસ્ટ્રેશન, જીએસટી રિટર્ન ફાઈલિંગ, એકાઉન્ટિંગ એન્ડ બુક કીપિંગ એન્ડ ડિજિટલ સિગ્નેચર, આઈટી રિટર્ન, એકાઉન્ટ સર્વિસ, મની ટ્રાન્સફર, ડીઆઈએન નંબર રજીસ્ટ્રેશન, એલએલપી રજીસ્ટ્રેશન, પાન કાર્ડ, ઈ-વેય બિલ જેવી સુવિધા સિવાય તમામ પ્રકારની બેંક, વીમા, લોન સહિત ઈ-કોમર્સને લગતી તમામ ફાઈનાન્શિયલ અને ડિજીટલ સર્વિસિસ ઉપલબ્ધ બનશે. પ્રિન્સ જીએસટી સુવિધા સેન્ટરનાં હેડ વિક્રમભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જીએસટી વિષયક તમામ સમસ્યાનું સમાધાન અને સુવિધા મળી રહે તેવું એકપણ કેન્દ્ર નથી. આથી નાના-મોટા સૌ બિઝનેસમેનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પ્રિન્સ જીએસટી સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં તમામ પ્રકારની જીએસટી અને ઈ-કોમર્સની સલાહ-સુવિધા-સહાયતા એક જ સ્થળ પર મળી રહેશે. હાલમાં જીએસટી ચલાન બનાવવાનો ચાર્જ ૩૦૦ રૂપિયા આસપાસ છે, ન્યુ જીએસટી નંબરનો રજિસ્ટ્રેશનો ચાર્જ આશરે ૮૦૦ રૂપિયા અને ડિજિટલ સિગ્નેચરનો ચાર્જ ૭૦૦ રૂપિયા આસપાસ છે. આ સરકારી નક્કી કરેલા ભાવ પર કેટલાંક લોકો ૩૦થી ૪૦ ટકા કમીશન લગાવી વેપારી-ધંધાથીઓ પાસેથી વધુ ચાર્જ વસૂલી રહ્યા છે. મોટાભાગનાં બિઝનેસમેનને જીએસટી વિશે અજ્ઞાનતા હોય તેઓ છેતરાઈ રહ્યા છે ત્યારે જીએસટી સુવિધા કેન્દ્ર જરૂરી છે.
પ્રિન્સ જીએસટી સુવિધા કેન્દ્રમાં જીએસટી નંબરથી લઈ તમામ ઈ-કોમર્સ સુવિધાઓ નજીવા દરે કરી આપવામાં આવશે. વેપારી-ધંધાર્થીઓઓને મદદરૂપ થવાના આશયથી પ્રિન્સ જીએસટી સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હોય તેમાં એકપણ સુવિધાનો કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં અને તમામ પ્રકારનાં ઉદ્યોગકારોને જીએસટી વિષયક જાગૃતતા ફેલાવવામાં આવશે એવું વિક્રમભાઈ બોરીચા કહ્યું હતું. પ્રિન્સ જીએસટી સુવિધા કેન્દ્રનાં હેલ્પલાઈન નંબર ૭૮૭૮૩૪૩૪૨૩ પરથી ઘરબેઠા પણ જીએસટી અંગેની માહિતી-જાણકારી મેળવી શકાય છે

Comments